મોરબીમા અર્વાચીન ગરબીઓને ટક્કર આપતી જૂની રેલવે કોલોની ખાતેની પ્રાચીન ગરબી

- text


કોમી એકતાના દર્શન કરાવતા નવરાત્રી મહોત્સવનુ છેલ્લા દસ વર્ષથી થતુ પરંપરાગત આયોજન

મોરબી : મોરબીના મોટાભાગના વિસ્તારોમાં અર્વાચીન ગરબીના આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે શહેરના રેલવે કોલોનીમાં અર્વાચીન ગરબીઓને પણ ટક્કર મારે તેવી પ્રાચીન ગરબીનું છેલ્લા ૧૦ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન ગરબીમાં બાળાઓને ગરબે ઘુમીને માતાજીની આરધના કરતી નિહાળવા દરરોજ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

- text

આધુનિક સમય મા અર્વાચીન નવરાત્રી મહોત્સવનુ મહત્વ વધ્યુ છે ત્યારે રાત્રે ૧૧ વાગ્યા સુધી ગરબી શરૂ થતી નથી પરંતુ ખરેખર સંધ્યાસ્તનો સમય માતાજીના ગરબા માટે હોય છે જે પરંપરા અનુસાર મોરબી ના જૂની રેલવે કોલોનીના આયોજકો ચંપક સિંહ રાણા,આશિષ દેવમુરારી, રવી પંડ્યા,કોટક તુષાર,અવધ ગોસ્વામી,અનિલ રાઠોડ,નિરંજન પંડ્યા,તેમજ રાજુભાઈ આયોજકો એ સાથે મળી ગરબી નુ આયોજન છેલ્લા ૧૦ વર્ષ થી કરી રહ્યા છે જે આધુનિક સમયમા એકતા નુ દર્શન કરાવનારી બાબત છે. પ્રથમ નોરતે દીપ પ્રાગટ્ય કરી, માતાજીની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવ શરૂ કર્યો છે.

વિવિધ વિસ્તારની કુલ ૭૫જેટલી બાળાઓએ ગરબીમા ભાગ લીધેલ છે. તેમાં વિવિધ બાળા ઓ દ્વારા વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે જેમાં અઘોર નગરા,ગોવાળીયો રાસ,મોગલ રાસ, ઘુમ્મર રાસ,રજૂ કરવામાં આવે છે તે તમામ બાળાઓ ને નવરાત્રી દરમિયાન દરેક નોરતે પ્રસાદ વિતરણ તેમજ અંતિમ નોરતે વિવિધ પ્રકારની લ્હાણી વિતરણ કરવામા આવશે તેમ જૂની રેલવે કોલોની મિત્ર મંડળના આયોજકોએ જણાવ્યું હતું.

 

- text