એ ગ્રેડની મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકો : સાંસદ ચાવડા

- text


મોરબી જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી

મોરબી : એ ગ્રેડની મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા કચ્છના સાંસદ સભ્યે મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

મોરબી નગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર મારફતે વહીવટ ચાલી રહ્યો હોય, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરી જણાવ્યુ હતું કે, મોરબી નગરપાલિકા એ ગ્રેડની છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી નગરપાલિકા છે સૌરાષ્ટ્ર સાથે સાથે ગુજરાતમાં પણ ખુબ શહેર કહેવામાં આવે છે. ત્યારે મોરબી નગરપાલિકામાં આજે વહીવટદાર ચીફ ઓફિસરથી કામ ચાલી રહ્યું છે.

- text

કાયમી ચીફ ઓફિસરના અભાવે મોરબીની જનતા તે ભારે હાલાકી નો સામનો પડે છે અને જનતા વિકાસથી દુર રહે છે તો મોરબીના હિતને ધ્યાને લઇ મોરબી નગરપાલિકામાં કાયમી અધિકારીની નિમણુંક કરવામાં આવે તો મોરબી ખુબ હરણફાળપ્રગતિ ભરી શકે અને સાચા અર્થમાં માં વિકાસ થઇ શકે તેવી રજૂઆત સોશિયલ વર્કરો દ્વારા પણ કરવામાં આવી છે ઉપરાંત મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવી હોય સત્વરે કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવા રજુઆત કરવામાં આવી હતી.

- text