મોરબીમાં ત્રણ બાટલી દારૂ સાથે એક ઝડપાયો

એલસીબી પોલીસે મુખ્ય સપ્લાયરના નામ ખોલ્યા

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પરથી એલસીબીએ એક્ટિવા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ડિલિવરી આપવા નીકળેલા શખ્સને ત્રણ બાટલી સાથે ઝડપી લઈ દારૂ પુરો પાડનાર બે શખ્સોના નામ ખોલી બન્નેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રાષ્ટ્રીય શાળા નજીકથી એલસીબી સ્ટાફે ત્રણ બોટલ દારૂ લઈ એક્ટિવા ઉપર ડિલિવરી આપવા નીકળેલ ઇમ્તિયાઝ ઇકબાલભાઇ બેલીમ ઉ.વ.૨૪, રહે.મોરબી કાલીકા પ્લોટ ,હુડકો કવાટર્સશેરી મોરબીવાળાને ઝડપી લીધો હતો.

ઝડપાયેલા આરોપીએ આ દારૂ સિદીક ઇસ્માઇલભાઇ ચાનિયા રહે.મોરબી કાલીકા પ્લોટ,તા.જી.મોરબી તથા ઇમરાન હનીફભાઇ ચાનિયા રહે. મોરબી કાલીકા પ્લોટ વાળા પાસેથી લીધાની કબૂલાત આપી હતી.

આ કેસમાં પોલીસે એકટીવા કિ.૨૦,૦૦૦ તથા મેકડોલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૦૩ કિ.રૂ ૯૦૦ મુદામાલ મળી કુલ રૂ.૨૦,૯૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હીરાસતમાં લઈ અન્ય બન્ને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.