મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં માં શક્તિની ભક્તિ સાથે દેશભક્તિનો અદભુત સંગમ : માનવ મહેરામણ ઉમટયું

- text


મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના આંગણે યોજાતા સર્વજ્ઞાતિય સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે એસઓજી પીઆઇ સલીમ સાટી ખાસ મહેમાન બન્યા હતા અને માં શક્તિની ભક્તિ સાથે દેશભક્તિનો અદ્દભૂત સમન્વય નિહાળી પ્રભાવિત થયા હતા.

મોરબી શહેરના શનાળા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે યોજાતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ સેંકડો ખેલૈયાઓ ઉમટી રહ્યા છે, પારિવારિક માહોલમાં સર્વજ્ઞાતિય આયોજનમાં ગઈકાલે એસઓજી પીઆઇ સલીમ સાટી, ભાજપ બક્ષીપંચ મોરચાના બિપિન પ્રજાપતિ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે યંગ પ્રિન્સ કેટેગરીમાં પારેખ જેનિલ, યંગ પ્રિન્સેસ કેટેગરીમાં શાહ ટ્વિન્કલ, લિટલ પ્રિન્સ કેટેગરીમાં પાટડીયા પાર્થ અને લિટલ પ્રિન્સેસ કેટેગરીમા મહેતા પરિતા વિજેતા જાહેર થતા અને તેઓને વિવિધ પારિતોષિક આપવામાં આવ્યા હતા.

- text

- text