મોરબીમાં ચાર ઘેઘુર વૃક્ષોની હત્યા : લોકોએ બેસણું યોજી કર્યો વિરોધ

- text


કેનાલ રોડ પહોળો કરવામાં તંત્ર  દ્વારા વૃક્ષોની કત્લે આમ કરતા લોકોમાં પ્રચંડ રોષ : જરૂર પડ્યે આંદોલન

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા કેનાલ રોડ પહોળો કરવા આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ચાર – ચાર ઘેઘુર વૃક્ષોની કત્લે આમ કરી નાખતા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કરી પાલિકાના આ કૃત્યને વખોડી કાઢી વૃક્ષોનું બેસણું યોજી મહિલા – પુરુષોએ લૌકિક ક્રિયા કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકા દ્વારા ટ્રાફિક પ્રશ્ન નિવારવા શહેરના તમામ માર્ગો પહોળા કરવા કાર્યવાહી હાથ ધરી છે જે અન્વયે તંત્ર દ્વારા આજે કેનાલરોડ ઉપર આલાપપાર્ક નજીક દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી અહીં લોકોએ હેતથી વાવી ઉછેરેલા ઘેઘુર વૃક્ષોની કત્લેઆમ કરી એક સાથે ચાર વૃક્ષોનો સોથ વાળતા થોડી વારમાં અસંખ્ય લોકો એકત્રિત થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો.

- text

દરમિયાન મોરબી પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ સમયે વૃક્ષો કાપવાનું શરૂ કરતાં સ્થાનિક મહિલાઓ, પુરુષો અને નાના – નાના બાળકો પણ મેદાને ઉતારી આવ્યા હતા અને વૃક્ષો કોની મંજૂરીથી કાપો છો ? કાપવાની મંજૂરી બતાવો ? જેવા સવાલોની જડી વરસાવી હતી પરંતુ તંત્ર  દ્વારા સ્થાનિકોનો વિરોધ કોરાણે મૂકી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.

બીજી તરફ પાલિકાના ક્રૂર પગલાંનો વિરોધ કરી તુરત જ સ્થાનિક લોકોએ વૃક્ષોને હારતોરા, અગરબત્તી કરી ઘટના સ્થળે જ મરણપોક મૂકી વૃક્ષોનું બેસણું પણ યોજી નાખ્યું હતું અને હવે વધારે વૃક્ષો કાપવામાં આવશે તો નાના બાળકો સહિતના લોકોએ છે ક સુધી લડી લઈ આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

- text