મોરબીના રવાપર રોડ ઉપર મારામારીના બનાવમા લુંટ ન થઈ હોવાનો ઘટસ્ફોટ

- text


પોલીસને ગુમરાહ કરવા પ્રયાસ કરાયો હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર કાર અથડાવા મામલે ગઈકાલે રાત્રે બોલેલી બઘડાટીમાં ભોગ બનનાર યુવાન દ્વારા પહેલા લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ ડીવાયએસપી જોશી દ્વારા ઝીણવટ ભરી તપાસ શરૂ કરતાં યુવાને ફેરવી તોળ્યું છે અને લૂંટ ન થઈ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જો કે પોલીસને ગુમરાહ કરવાના પ્રયાસ છતાં પોલીસે આરોપી હુમલાખોરો વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમા ગતરાત્રીના રવાપર રોડ પર કાર અથડાવવા બાબતે થયેલા ઝઘડામાં સમજાવવા ગયેલા યુવાન પર પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કરાવામાં આવ્યો હતો જેમાં ભોગ બનનાર યુવાનને ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બાદમા એ ડિવીઝન પોલીસે હોસ્પીટલે જઈ ભોગ બનનાર યુવાન આશીષ મનસુખ સંઘાણીની ફરીયાદ પરથી રઘો ઉર્ફે પ્રજ્ઞેશ રમેશભાઈ ગોઠી, રહે. હાલ વાવડીરોડ, મોરબીવાળા વિરુધ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪ અને જીપીએક્પ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીના પકડાવા ચક્રો ગતિમાન કર્યાં છે.

- text

બીજી તરફ ભોગબનનાર યુવાન દ્વારા હુમલાખોરો દ્વારા સોનાના ચેઈન અને રોકડ લુટ્યાની પોલીસને જાણ કરી હતી જેમા આજે ડીવાયએસપી બન્નો જોશી યુવાન પાસે પહોચી તપાસ કરતા સોનાનો ચેઈન લુંટ અને રોકડ રકમ ન લુંટાઈ હોવાનો યુવાન દ્વારા કબુલાત આપવામા આવી હતી અને લુંટનો બનાવ ન બન્યો હોય અને આ સિવાય અન્ય એક શખ્સ પણ સંડોવાયેલ હોય પોલીસે હુમલામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી ફરીયાદ નોંધી વિધીવત તપાસ હાથ ધરી છે.

- text