મોરબીમાં લાયન્સ કલબના પ્રમુખ રમેશભાઈ રૂપાલાના જન્મદિવસે સેવાકાર્યોની વણઝાર

- text


કેરળ રાહત ફંડ, વિધવા સહાય અને કિડની ડાયાલીસીસ કેન્દ્રને માતબર રાશિ અર્પણ કરાઈ

મોરબી : મોરબીમાં લાયન્સ કલબના પ્રમુખ રમેશભાઈ રૂપાલાના જન્મદિવસે સેવાકાર્યોની વણઝાર થઈ હતી. જેમાં કેરળ રાહત ફંડ, વિધવા સહાય અને કિડની ડાયાલીસીસ કેન્દ્રને માતબર રાશિ અર્પણ કરીને રમેશભાઇના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.

લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ રમેશભાઈ રૂપાલાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેમાં જન્મદિવસ પ્રસંગે તેમને કેરળ રાહત ફંડમા રૂ. ૨૧૦૦૦ નું અનુદાન અર્પણ કર્યું હતું. ઉપરાંત ૧૧ વિધવા બહેનોને ૧૨ માસ માટે રૂ.૨૨૦૦૦ નું અનુદાન આપ્યું છે. આ સાથે સંસ્થા પ્રમુખ રમેશભાઈ રૂપાલા, સંસ્થા અગ્રણી મગનભાઈ સંઘાણી સહિતના દ્વારા રૂ.૧ લાખનો ચેક લાયન્સ કિડની ડાયાલીસીસ કેન્દ્રને ગરીબ દર્દીઓ ને ફ્રી ડાયાલીસીસ માટે અર્પણ કર્યો હતો.

- text

લાયન્સ ક્લબ સિટીના પ્રમુખના સેવાકાર્યોને લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીએ તેમજ સૌ કોઈએ બિરદાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

- text