કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં મોરબી જિલ્લાને હળહળતો અન્યાય

- text


માળીયા તાલુકામાં દરિયાઈ સુરક્ષા અને માછીમારોના હક્ક નેવે મુકાતા લોક સુનાવણીમાં ઉગ્ર વિરોધ : હેવે ફરી 11 નવેમ્બરે પુનઃ લોકસુનાવણી

મોરબી : લાંબા સમય બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ટકોરને પગલે ભારત સરકાર દ્વારા દરિયાકાંઠે ઔધોગિક વિકાસ કરવા માટે પરંપરાગત માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લોકોના હક્ક અધિકારને જાળવી રાખવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અમલમાં મુક્યો છે પરંતુ ઉતાવળે બનેલા આ czmp એટલે કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાને હળહળતો અન્યાય કરી અનેક ગામોની બાદબાકી કરી નાખવામાં આવતા ગઈકાલે માળીયા ખાતે મળેલી ઈકોલોજી કમિશનની બેઠકમાં તડાપીટ બોલી હતી અનેં ધારાસભ્ય તેમજ માછીમાર સંગઠનો દ્વારા લેખિત વિરોધ રજૂ કરવામાં આવતા કમિશન દ્વારા આગામી 11 નવેંબરએ પુનઃ લોક સુનાવણી યોજવા નક્કી કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ દેશભરમાં દરિયાકાંઠા વિસ્તારમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા માટે કેન્દ્ર સરકારને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વર્ષ 2011 માં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવા માટે સૂચવ્યું હતું પરંતુ વર્ષો વીતવા છતાં સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અંતે ફરી આ મામલે એનજીટીમાં દાળ માંગવામાં આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્રને તાકીદ કરી જ્યાં સુધી CZMP અમલમાં નહીં આવે ત્યાં સુધી દરિયા કાંઠે એક પણ ઉદ્યોગને મંજૂરી આપવામાં નહિ આવે તેવું કડક વલણ અખત્યાર કરતા સરકાર સફાળી જાગી છે.

- text

જો,કે CZMP બનાવવામાં સેટેલાઈટ મેપિંગ સીસટમનો ઉપયોગ કરી નેશનલ ઈકોલોજી કમિશન, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતના વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ રાખવામાં આવતા માળિયાં તાલુકામાં 21 જેટલા ગામોમાં દરિયાકાંઠે લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલ હોવા છતાં ફક્ત આઠ ગામોનો જ આ નકશામાં સમાવેશ કરવામાં આવતા ગઈકાલે યોજાયેલ લોક સુનાવણીમાં માછીમાર સંગઠન માળીયા મહિલા શક્તિ સંગઠન, આઝાદ માછીમાર મંડળી, સહિતના જુદા-જુદા સંગઠનો અને ગામ લોકોએ વિરોધ કરી માછીમારો માટે બોટ પાર્કિંગ, માછલી સુકાવવા માટેના વાળા તેમજ માછીમારોની વસાહતો ક્યાંય દર્શવવામાં આવ્યો ન હોવાથી વાંધા રજુ કાર્ય હતા.

વધુમાં માછીમાર સમુદાયની રજૂઆત બાદ ગુજરાત ઈકોલોજી કમિશનના નિશ્ચલ જોશી, ફિશરીઝ વિભાગના રામાણી સહિતના અધિકારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. આ લોક સુનાવણીમાં મોરબી જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન જોશી, ધારાસભ્ય મેરજા, જીપીસીબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર માટે બનેલા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાંથી માછીમારી વસાહતો તો ઠીક અનેક મોટાગજાના મીઠના ઉદ્યોગોને પણ નકશામાંથી જાણી જોઈ બાકાત કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ લગાવી સ્થાનિક જાણકારોએ જણાવ્યું હતું કે માળીયા પંથકમાં મીઠા ઉદ્યોગ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરી દરિયાઈ નીતિ નિયમો નેવે મુકાયા હોવાનું અંતમાં જણાવ્યું હતું.

 

- text