માળીયાના કુંતાસી ગામે જમીન માપણીનો પ્રચંડ વિરોધ

- text


સરકારે જમીન માપણી રદ કરી હોવા છતાં ખેડૂતો ઉપર દબાણ ઉભું કરતા ગ્રામજનોમાં રોષ

માળીયા : માળીયા તાલુકાના કુંતાસી ગામના ખેડૂતો દ્વારા જમીન માપણીનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં સરકારી બાબુઓ દ્વારા ખોટી માપણી થોપી બેસાડવા પ્રયાસ કરી ગ્રામસભા બોલાવવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી છે.

માળીયા તાલુકાના કુંતાસી ગામના ખેડૂત અગ્રણી રાજેશ કેશવલાલ કુંડારિયાના જણાવ્યા મુજબ અમારા ગામમાં જમીન માપણી માટે અગાઉ બે વાર ગ્રામસભા બોલાવી હતી જેમાં ગામના ખેડુતોઅે ગ્રામસભાનો બહિષ્કાર કરી કોઇ પણ ખેડુતે રજીસ્ટરમાં સહી કરેલ ન હતી.

- text

પરંતુ ચાર મહિના પહેલા જમીન માપણી કચેરી દ્વારા ચાર દિવસ કુંતાસી ગામમાં જમીન માપણી કરવાની નોટીસ મારીને જાણ કરેલ અને બે એક દિવસ જમીન માપવા આવેલ અને બે ત્રણ ખેડુતોની જમીન માપીને જતા રહેલ પરંતુ ફરીથી પંચાયતમાં જમીન માપણી અધિકારીઓ જમીનના નકશા લઇને આવ્યા હતા અને આજે ગ્રામસભા બોલાવી છે.  ખેડુતો સહી કરતા નથી છતાં પણ પરાણે તેમની જમીન માપણી ફાઇનલ ઓથોરીટી આપવા જઇ રહ્યા હોવાથી સમગ્ર કુંતાસી ગામનો વિરોધ છે અને આ માપણી રદ થાય તેવી માંગ કરી જમીન માપી નથી તો જમીન કેવી રીતે મપાઇ ગઇ ? ફાઇનલ કયાથી ? જેવા સવાલ ઉઠાવી જમીન માપણી રદ કરવા ઉગ્ર માંગણી ઉઠાવી રહ્યા છે.

- text