હડમતિયા નવદુર્ગા ગરબી મંડળની બાળાઅોને લ્હાણીમાં બળદગાડાની પ્રતિકૃતિ અપાઈ

- text


 

ભવિષ્યમાં પણ બાળાઓ માટે એક સંભારણુ રહે તે માટે દાતા તરફથી લુપ્ત થતા બળદગાડાની પ્રતિકૃતિ આપવામાં આવી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નવદુર્ગા ગરબી મંડળની બાળાઅોને ૪૮ વેલડા (ગાડુ) લ્હાણી સ્વરુપે આપવામા આવ્યા હતા. બાળાઓને ભવિષ્યમા પણ એક સંભારણું રહે તે માટે લુપ્ત થતા એવા બળદ ગાડાની પ્રતિકૃતિ લ્હાણી સ્વરૂપે દાતાના સહયોગથી આપવામાં આવી હતી.

જુના સમયની યાદ તાજી કરતા દાતા કામરીયા મનસુખભાઈ જેરાજભાઈ (મોરબી નગરપાલિકા પુર્વ પ્રમુખના મોટાભાઈ) અે જણાવ્યું હતું કે મારી પુત્રી શિલ્વા રાજકોટ તેમજ મોરબી જીલ્લા “ફેશન ડિઝાઈનર કોમ્પિટેશન” માં બંને જીલ્લામાંથી પ્રથમ આવતા શિલ્વાના વિચારોને આધિન બાળાઅોને લ્હાણી સ્વરુપે બળદગાડુ આપવાનો અને આપણી વડવાઅોની સંસ્કૃતી જળવાય રહે તે આશયથી લ્હાણી આપવાનો સંકલ્પ કર્યો હતો.

પહેલાના જમાનામા ગામડાઅોમા જાન જોડીને સંખ્યાબંધ વેલડા કોડભરી કન્યાઅોને પરણવા જતા તેમજ બહેનનો વીર વેલડું લઈને બહેનને તેડવા જતા તે આપણા વડવાઅોના વારસાની યાદગારરુપે વેલડા આજની કન્યાઅોને આપી વારસો ટકાવી રાખવાની અને ભવિષ્યમાં મ્યુઝિયમમાં વેલડા જોવા ન જવુ પડે તે આશયથી કન્યાઅોને લ્હાણી કરવામા આવી હતી

- text

આજની કન્યાઅોને કોઈ પુછે કે તમારી પાસે સંભારણા છે વહેચવા માટે તો આ વેલડાનું ઉદાહરણ જરુર પુરુ પાડશે અને બળદગાડા પરથી વિચાર કરવામા આવે તો આપણા કવિઅોઅે સરસ પંકિત પણ ઉચ્ચારી છે…”હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ, ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણુ, હરિ તું ગાડુ મારું….”
આમ આ ગાડુ ફક્ત ગાડુ જ નહી પણ આજના માનવસમાજને પ્રેરણા સ્વરુપે ચાલતા શિખવતા હોય તેમ ધરમ કરમના બળદ, ધીરજની લગામ જેવા શબ્દો માનવસમાજને રાહ ચિંધતા હોય છે.

- text