વાંકાનેરના ડોક્ટરોએ નવરાત્રિના ગરબાનું આયોજન કર્યું

વાંકાનેર : આમ તો ડૉક્ટરો એટલા વ્યસ્ત રહેતા હોય છે કે ધાર્મિક કાર્યક્રમમાં બહુ જુજ ભાગ લઈ શકે છે પરંતુ વાંકાનેરના બધા ડૉક્ટરોએ ભેગા મળીને નવરાત્રી ઉજવવાનું નક્કી કર્યું ફક્ત ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો માટે વિશેષ નવરાત્રી રાસ ગરબા માટે ત્રણ દિવસ નું આયોજન કરેલ છે

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વાંકાનેર દ્વારા નેશનલ હાઈવે પર આવેલ ડો. પ્રકાશ ધરોડીયાના દવાખાનાના મેદાનમાં આ રાસ ગરબાનું આયોજન રાખેલ છે અને વાંકાનેર ના બધા ડોક્ટરોએ પરિવાર સાથે મળી રાસ ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે.

આ ગરબા મહોત્સવમાં ડો. પ્રકાશ ધરોડીયા, ડો. દેલવાડીયા, ડો. મીતુલ પટેલ, ડો. ભટ્ટ, ડો. જયવીરસિંહ ઝાલા, ડો. રાજેશ ઝાલા, ડો. મુમતાજબેન સેરસીયા, ડો. માંકડીયા, ડો. અશ્વિન ધરોડીયા, ડો. ભીમાણી, ડો. મસાખપુત્રા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.