એ, હાલો રાજકોટ : ફક્ત રૂપિયા 41માં મોરબી સામાકાંઠો ટુ રાજકોટ

- text


સલામત સવારી એસટી અમારી મોરબી સામાકાંઠેથી રાજકોટ બસ સેવાનો શુભારંભ

મોરબી : મોરબીવાસીઓની લાંબા..સમયની માંગણી બાદ આજથી મોરબીના ગેંડાંસર્કલ થી રાજકોટ વચ્ચે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એસટી દ્વારા ફક્ત રૂપિયા 41ના લોકલ ભાડામાં સામાકાંઠા વિસ્તારથી સીધી જ બસ સેવા શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મોરબીની વસ્તીના પ્રમાણમાં સામાકાંઠા વિસ્તાર માટે સેટેલાઇટ બસ સ્ટેન્ડની જરૂરત હોય છેલ્લા ઘણા સમયથી મોરબીના સામાકાંઠા વિસ્તારથી સીધી જ બસ સેવા શરૂ કરવા લોક્માંગની હતી જેમાં મોરબી નગરપાલિકાના કારોબારી ચેરમેન અને યુવા ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા દ્વારા ગેંડા સર્કલ ખાતેથી રાજકોટ માટે બસ સુવિધા શરૂ કરવાની મંગની સાથે સતત રજૂઆતોનો દૌર ચલાવતા અંતે મોરબીવાસીઓને નવી સુવિધા પ્રાપ્ય બની છે.

- text

આજે મોરબી એસટી ડેપો મેનેજર શામળા,એસટી યુનિયન અગ્રણી જયુભા,યુવા ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા, કાઉન્સિલર હિનાબા ક્રિપાલસિંહ જાડેજા, સામાજિક કાર્યકર પી.પી.જોશી સહિતના અગ્રણીઓની હાજરીમાં સવારે સામાકાંઠાથી રાજકોટ પ્રથમ બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સામાકાંઠા વિસ્તારમાંથી લોકોને રાજકોટ જવા રૂપિયા 20 થી 25 જેટલું રિક્ષાભાડું ખર્ચી નવા કે જુના બસસ્ટેન્ડ જવું પડતું હતું જેની સામે ગેંડા સર્કલથી રાજકોટ માટેની સીધી જ બસ સેવામાં રૂપિયા 41 ભાડામાં કોઈપણ મુસાફર સીધા રાજકોટ જઈ શકશે.

- text