મોરબીના ખાખરાળા ગામે જુગાર રમતા છ શકુની ઝડપાયા

- text


તાલુકા પોલીસે દરોડો પાડી ૧,૬૫,૨૯૦ ના મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબીમાં શ્રાવણ માસ જવા છતાં હજુ પણ જુગારીઓ જુગાર રમવાનુ ચાલુ રાખતા રોજે – રોજ પોલીસ દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે જેમાં ગઈકાલે ખાખરાળા ગામે રહેણાંક મકાનમાં છ શકુનીઓએ જુગાર માંડ્યો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી ૧,૬૫,૨૯૦ ના મુદામાલ સાથે છ શકુનીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસેને ચોક્કસ બાતમી મળી હતી કે, ખાખરાળા ગામમાં હિરેનભાઇ ઉર્ફે હિરાલાલ રાજાભાઇ સવસેટા પોતાના રહેણાંક મકાનમાં આર્થિક લાભ સારુ સવલતો પુરી પાડી ગંજીપતાના પાના તથા પૈસાવડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે, જેને પગલે પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપીઓ (૧) હિરેનભાઇ ઉફેં હિરાલાલ રાજાભાઇ સવસેટા ઉ.૩૪ (ર ) ભરતભાઇ ઉર્ફે ભુપતભાઇ બચુભાઇ વડાવીયા ઉ.૪૬ (૩) પ્રવિણભાઇ વાઘજીભાઇ વડાવીયા ઉ.૫૦(૪) દેવાભાઇ ઉર્ફે દેવજીભાઇ આયદાનભાઇ સવસેટા ઉ.૩૬ (૫) હરીભાઇ ઉર્ફે હિરાલાલ નરભેરામભાઇ વડાવીયા ઉ.૫૦ અને (૬) દેવદાનભાઇ મુળુભાઇ ડાંગર ઉવ.૪૮ રહે.તમામ ખાખરાળા ગામ તા.જી.મોરબી વાળાઓ કુલ રોકડા રૂ.૧,૬૫,૨૯૦ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓની ધોરણસર અટક કરી આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. દરોડાની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઇ. મહિ૫તસિંહ જાડેજા, પો.કોન્સ.અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા તથા ઉજવલદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.

 

- text