મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન, ભાવનગરથી મોરબીની સાયકલયાત્રા

- text


મોરબીના વિજયભાઈ વ્યાસ દ્વારા 12 જિલ્લાના 84 તાલુકામાં મંદબુધ્ધિના બાળકો પ્રત્યે લોકોમાં સામાજિક, સમાનતા, સમરસતાની લોકોમાં ભાવના કેળવાય તે માટે પ્રયાસ

મોરબી : સામાન્ય રીતે આપણ સુશિક્ષિત અને ભદ્ર સમાજમાં ઈશ્વરની વિશિષ્ટ ભેટ એવા સ્પેશિયલ બાળકો એટલે કે મંદબુદ્ધિના બાળકો પ્રત્યે લોકોમાં સમાનતા કે સમરસતાનો ભાવ હોતો નથી જેથી આવા સ્પેશિયલ બાળકોના માતાપિતાને ઘણું સહન કરવું પડે છે, આ સંજોગોમાં સમાજમાં વિશિષ્ટ બાળકો પ્રત્યે આદરભાવ જાગે અને જાગૃતિ આવે તે માટે મોરબીના વિજયભાઈ વ્યાસ દ્વારા ભાવનગરથી મોરબી સુધી સાયકલયાત્રા શરૂ કરી છે.

મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનનું બીડું ઝડપી મોરબીના વિજયભાઈ વ્યાસે ભાવનગર થી મોરબી સુધી સાયકલયાત્રા શરુ કરી મંદબુદ્ધિના બાળકો માટે જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.એક વિશિષ્ટ બાળકના પિતા તરીકે તેમને પડેલી મુશ્કેલી સમાજમાં અન્ય લોકોને ન પડે તે માટે વિજયભાઈએ એકલા હાથે આ મહા અભિયાન શરૂ કરી કંઈક કરી છૂટવા ગાંઠ વાળી છે.

- text

ભીડભંજન મહાદેવ મંદિર, ભાવનગરથી કેમ્પેઈનની શુભ શરૂઆત કરનાર વિજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે તેઓ મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન સાયકલયાત્રા થકી સૌરાષ્ટ્રં 12 જિલ્લા અને 84 તાલુકાઓમાં સતત પ્રવાસ કરી મોરબીમાં સાયકલયાત્રાને સંપન્ન કરી ભગવાન દ્રારા વિશેષ ગિફ્ટ સમાન સ્પેશિયલ ચાઈલ્ડ ને સામાજિક, સમાનતા,સમરસતાની લોકોમાં ભાવના કેળવાય અને સાચી વૈજ્ઞાનિક અભિગમની સમાજ કેળવવાની જાગૃતતા માટે આ અભિયાનને ગામડે ગામડે લઈ જઈ ગામડામાં વસવાટ કરતા વિશિષ્ટ બાળક સુધી પહોંચાવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને દરેક હકારાત્મક પગલાંની સમાજ પર અસર પડે જ છે તેમ જણાવી પોતાનું અભિયાન રંગ લાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text