વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથી વખત સુનિલ મહેતાની નિમણૂંક

વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં સર્વાનુમતે સેક્રેટરી તરીકે આગામી ત્રણ વર્ષના કાર્યકાળ માટે સતત ચોથી વખત સુનિલકુમાર એમ. મહેતાની નિમણૂંક કરવામાં આવેલ. સુનિલ મહેતા વાંકાનેર બાર એસોસિયેશન પ્રમુખ તરીકે વર્ષ 2004થી સતત કાર્યભાર ચલાવી રહ્યા છે અને તેઓ એડવોકેટ અને નોટરી તરીકે કામગીરી કરે છે.