વાંકાનેરના અગાભી પીપળીયાની મહિલાને સ્વાઈન ફલૂ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા મહિલાને સ્વાઈન ફલૂ પોઝીટિવ આવતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના 39 વર્ષના મહિલાને સ્વાઈન ફલૂ પોઝિટિવ જણાતા રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે, ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટમાં મોરબી જિલ્લાના કુલ બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં આજે એક વધુ કેસ ઉમેરાતા જિલ્લામાં કુલ ત્રણ કેસ નોંધાયા છે.