મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા

- text


કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રવજીભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી

મોરબી : આગામી તા.28 નારોજ યોજાનાર મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસના ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત કરી છે.

આગામી તા.28 ના રોજ મોરબી પાલિકાની વોર્ડ નંબર બે ની પેટાચૂંટણી યોજવા જાહેરનામું અમલી બનાવવામાં આવ્યા બાદ પેટાચૂંટણીમાં 8 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું શરૂ થયુ છે મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૨મા આજે કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રવજીભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. આજે તેઓએ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર સહિતના સમર્થકો સાથે ઉપસ્થિત રહીને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, 13મીએ ચકાસણી કરવામાં આવશે અને તા.16મીએ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે જયારે 28મીએ મતદાન અને 30 ઓકટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે મોરબી પાલિકામાં કુલ 52 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપ પાસે હતી જેમાં પેટાચૂંટણીમાં ભાજપ તમામ છ બેઠકો જીતી જતા ભાજપનું સંખ્યાબળ 26 થતા ભાજપ બહુમતીમાં આવી ગયું છે અને 25 બેઠકો કોંગ્રેસ પાસે છે, હવે વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી બાદ કોણ ચૂંટણી જીતે છે તે જોવું રહ્યું.

- text