મોરબી જિલ્લાની મિસિંગ સેલે અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૦ લોકોનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો

મોરબી : મોરબી જિલ્લાની મિસિંગ સેલે અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૦ લોકોને શોધી કાઢી તેઓનો પરિવાર સાઠવા મેળાપ કરાવીને ઉત્કૃષ્ટ કામગીરી બતાવી છે.

મોરબી જિલ્લામાં ૨૦૦૭ થી ૨૦૧૮ સુધીમાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે મિસિંગ સેલની રચના કરવામાં આવી હતી. જેમાં મિસિંગ સેલના પીએસઆઇ ડી.બી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટીમે અત્યાર સુધીમાં ગુમ થયેલા ૮ સ્ત્રી અને ૨ પુરુષ મળીને કુલ ૧૦ લોકોને શોધી કાઢીને તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.