મોરબીમાં ૧૫૫ વર્ષથી યોજાઈ છે માઁ ભુવનેશ્વરી મંડળ આયોજિત ગરબી

- text


નવરાત્રીના આઠમા નોરતે ઈશ્વર વિવાહનું થાય છે આયોજન

મોરબી : અર્વાચીન રાસોત્સવના આજના ટ્રેન્ડમાં પણ મોરબીના લોહાણાપરામાં છેલ્લા ૧૫૫ વર્ષથી પ્રાચીન પરંપરા અનુસાર ગરબી યોજી માં શક્તિની ભક્તિ થાય છે અને નાના – નાના ભૂલકા ભોળા ભાવે મા ભુવનેશ્વરીની આરાધના કરે છે જેમાં નવરાત્રીની આઠમે દરવર્ષે ઈશ્વર વિવાહનું ગાયન કરવામાં આવે છે.

ભુવનેશ્વરી ગરબી મંડળ એટલે મોરબીની એક માત્ર પ્રાચીન ગરબી જ્યા અત્યારના આધુનીક ક્રેઝને દુર રાખી પ્રાચીન પરંપરાગત રીતે માતાજીના ગરબા, છંદ અને દુહાનુ આયોજન થાય છે તા.૧૦ થી ૧૮ સુધી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી માતાજીની આરતી કરી પ્રાચીન ગરબી સ્તુતિ દુહાથી માતાજીની આરાધના કરવામા આવે છે.

મા ભુવનેશ્વરી ગરબી મંડળ છેલ્લા ૧૫૫ વર્ષથી નવરાત્રીનુ પરંપરાગત આયોજન કરે છે અને આ વર્ષે ૧૫૬ મા વર્ષમા પ્રવેશ કરી સુંદર આયોજન કરે છે ભુવનેશ્વરી ગરબી મંડળ મોરબીની સૌથી જુનામા જુની ગરબી છે જેનુ પ્રાચીન પરંપરાગત રીતે આજે પણ આયોજન થાય છે.

- text

મોરબીના લોહાણા પરા શેરી નં-૨ ના ગરબી ચોકમા ગરબા યોજાઈ છે, ગરબી ચોકમા મંડપ નીચે સરસ અવનવા કલરો અને ડિઝાઇનની રંગોળી કરવામાં આવે છે જે પણ નીહાળવા જેવો લાહવો છે.

અહી નાના – નાના ભુલકાઓ ને પ્રેક્ટિસ કરાવી તૈયાર કરવામા આવે છે છોકરા પાસે કોઇ પણ જાતની ફી લેવામા આવતી નથી દરરોજ છોકરાઓને નાસ્તો આપવામા આવે છે છેલ્લા દિવસે દરેક છોકરાને લાહણી આપવામા આવે છે, અહિ આઠમનુ ખાસ મહત્વ હોય છે જેમા વિશાળ રંગોળી સાથે – સાથે કેળના પાન, તાડી જેવી નેચરલ વસ્તુથી ડેકોરેશન કરવામા આવે છે અને વાંકાનેર ના પ્રખ્યાત મંડળ દ્વારા ઈશ્વર વિવાહનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે.

ઉપરાંત આઠમના દિવસે મહાપ્રસાદ અને હવનનુ આયોજન થાય છે રોજ નવી-નવી આરતી માટેની થાળી ડેકોરેશન કરવામા આવે છે તો ભુવનેશ્વરી ગરબી મંડળ દ્વારા સૌને આ ગરબી નીહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text