મોરબી જિલ્લામાં 20 ઓક્ટોબરથી બે ચરણમાં એકતાયાત્રા યોજાશે

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એકતાયાત્રા સંદર્ભે આયોજન બેઠક યોજાઈ

મોરબીઃ સરદાર પટેલની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાના આરે હોય, જેનું લોકાર્પણ તા.૩૧ ના રોજ થનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં એકતાયાત્રાનું આયોજન આગામી તા.૨૦ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર તથા તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૨૪ સપ્ટેમ્બર સુધી આમ બે ચરણમાં કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લામાં બે ચરણમાં યોજાનાર એક્તા યાત્રાના આયોજન અંતર્ગત ગામે – ગામ એકતાયાત્રા તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક મળી હતી જેમાં તમામ વિભાગના અધિકારીઓને આયોજન કરવા સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા તથા તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.