પાક નિષ્ફળ જતા ૧૦૦ % પાકવિમો આપવા માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોની માંગ

- text


માળિયાને અછતગ્રસ્ત જાહેર કરી રાહતકાર્ય શરૂ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતા ખેડૂતો

માળીયા : માળીયા મિયાણામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે આજે માળીયા તાલુકા ખેડૂત સમિતિ દ્વારા ૩૮ ગામના સરપંચ અને ૮૦૦ થી ૯૦૦ જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ૧૦૦ % પાકવિમો ચૂકવવા માંગણી કરી તાકીદે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી રોજગારી માટે રાહતકાર્યો શરૂ કરવા ઉગ્ર માંગણી કરી હતી.

આજરોજ માળીયા મિયાણા તાલુકાના વિવિધ ગામના ખેડૂતો દ્વારા ખેડૂત સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માળીયા મિયાણા તાલુકામાં નહિવત વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ અંગે વાકેફ કરી જુદી – જુદી માંગણીઓ રજૂ કરી હતી.

- text

માળીયા ખેડૂત સમિતિના નેજા હેઠળ આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતો દ્વારા પીવા તેમજ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા ગોઠવવી, ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ ગયા હોય ૧૦૦% પાક વીમો ચૂકવવો, રોજગાર માટે રાહત કામ શરૂ કરવા ઉપરાંત અબોલ પશુધન બચાવવા ઘાસ વિતરણ તાકીદે શરૂ કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

આજે આવેદનપત્ર પાઠવતી વેળાએ માળીયા સરપંચ એસોશિએશનના ૩૮ ગામના સરપંચો, ૮૦૦ થી ૯૦૦ જેટલા ખેડૂતો ખેડૂત સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને મુદ્દાસર રજુઆત કરી તાકીદે માંગણી સંતોષવા રજુઆત કરી હતી.

- text