માળિયામાં અજાણ્યા વૃધ્ધાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ

માળીયા : માળીયાના વવાણીયા ગામ નજીક એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃધ્ધાનું કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે માળીયા પોલીસે વૃધ્ધાના વાલીવારસની શોધખોળ ચલાવી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

માળિયા તાલુકાના વવાણીયા નજીકથી અંદાજે ૬૫ વર્ષની ઉંમરની અજાણ્યા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. આ વૃધ્ધાનુ કુદરતી રીતે મોત થયું હોવાનું સામે આવ્યું છે પરંતુ વૃધ્ધાની ઓળખ થઇ શકી ન હોવાથી માળીયા પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ આદરી છે. જો કોઈને આ અંગે જાણ હોય તો ફોન નં : 02829 266733 ઉપર સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે.