હળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ દુઃખદ અવસાન

હળવદ : ભરવાડ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે હંમેશા અગ્રેસર રહેતા હળવદ ગોપાલક છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તથા હળવદ ગોપાલ ધામના પ્રણેતા પોપટ બાપાનુ (મંત્રી) આજે ૭૯ વર્ષ ની વયે દુઃખ દ અવસાન થયું છે

ભરવાડ સમાજના યુવાનો સુશિક્ષીત બને તે માટે હંમેશા પ્રયત્ન શીલ રહેત પોપટ બાપાએ ૧૯૯૦ના દાયકાથી ઝાલાવડ પંથકમાં જીલ્લા તેમજ તાલુકા મથકે ગોપાલક છાત્રાલય તથા સમાજ સંસ્થા ઓમાં અહમ યોગદાન આપ્યું હતું સાથે જ ઝાલાવાડ માં ગોપાલક સહકારી મંડળીઓ બનાવી અનેક માલધારીઓને પશુ પાલનની સાથે ખેતી તરફ પણ વાળ્યા હતાં. ઉપરાંત ઝાલાવાડના ગોપાલક સમાજના યુવાનો અભ્યાસ કરી શકે તેવાં હેતુથી હળવદ માં ૧૯૯૦મા છાત્રાલય ખોલવામાં આવી હતી તેમજ ગોપાલક સમાજ માં જાગૃતિ લાવવાના હેતુ સાથે ૧૯૮૩માં ગોપાલ પત્રીકાના તંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.
આજે સમાજના મોભી અને વટવૃક્ષ એવા પોપટ બાપાની અણધારી વિદાયથી હળવદ પંથકના માલધારી ગોપાલક સમાજને કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના સાથે હળવદ ગોપાલક સમાજ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.