ઇ-ગુજકોપ પોકેટએપ થકી બાઈકચોરીનો ભેદ ઉકેલતી માળીયા પોલીસ

- text


૨ ચોરાઉ મોટર સાયકલ સાથે બે આરોપી ઝડપાયા

મોરબી : માળીયા પોલીસે ઈ – ગુજકોપ પોકેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી બે વાહન ચોરીના ભેદ ઉકેલી નાખી બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકીગ કરતો હતો ત્યારે બે શંકમંદ વ્યકિતઓ મોટર સાયકલ લઇને નીકળતા તેઓને ઉભા રાખી પૂછપરછ કરી જરૂરી કાગળ રજુ કરવા કહેતા કાગળો રજૂ કરી શકેલ નહી.

તેમજ મોટરસાયકલ નંબર અંગે પુછતા ગભરાય ગયેલા જણાવેલ જેથી મોરબી પોલીસને આપાયેલ ઇ- ગુજકોપ એપ્લીકેશનમાં ડીટેઇલ જોતા નંબર પ્લેટ ખોટી હોવાનું જણાતા આરોપી અયુબ અકબર મોવર રે. માળીયા વાળો તથા રસુલ અબ્દુલભાઇ મોવરને પોલીસ સ્ટેશન લાવી વિધીવત પૂછપરછ કરતા બાઇક ચોરાવ હોવાનું કબુલ કર્યું હતું અને મોરબી ટીંબડી ગામના પાટીયા પાસેથી બન્નેએ સાથે મળી ચોરી કરી હોવાનુ પોલીસ પુછપરછમા જણાવેલ.

- text

ત્યાર બાદ ઉંડાણ પુર્વક તપાસ કરતા અયુબ અક્બરભાઇ મોવરે એક અન્ય એક મોટર સાયકલ પાંચ દીવસ પહેલા માળીયા માંથી ચોરેલ હોવાનુ જણાવેલ આમ, માળીયા મિયાણા પોલીસે ઇ- ગુજકોપ પોકેટ એપ્લિકેશન થકી બ્બે મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલ્યા હતા.

આ સફળ કામગીરી પો.સ.ઇ શ્રી જે.ડી.ઝાલા, પો.કો. મહિપતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, રમેશભાઇ રાઠોડ તથા એ.એસ.આઇ અમૃતભાઇ પટેલ સહિતનાનઓએ કરી હતી.

 

- text