ખુશ ખબર : મોરબી વિઆન્સ ઈલેક્ટ્રોનિક્સમાં મેગા શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ

લાખેણા ઇનમોની વણઝાર સાથે અધધધ ડિસ્કાઉન્ટ અને કેશબેક તો ખરું જ

વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઈલેક્ટ્રોનિક્સનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો વિકિડો ફેઈમ મલ્હાર ઠાકર

મોરબી : નવલા નોરતાના પ્રારંભ સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબીના આંગણે એલજી શોપી વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા માનવંતા ગ્રાહકો માટે ૧૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી મેગા શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, લાખેણા ઇનમોની વણઝાર અને કેશબેક સહિતના આકર્ષણો સાથે વિઆન્સ ગ્રુપ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છેલ્લો દિવસ ફેઈમ વિકિડો એટલે કે મલ્હાર ઠાકરને બુક કર્યો છે જે વિઆન્સના ગ્રાહકોને અવનવા વિડીયો સાથે સોશિયલ મીડિયામાં મળતો રહેશે.

તહેવારોની મોસમમાં ગ્રાહકો પોતાની મનપસંદ ખરીદી કરવા અધિરા બનતા હોય છે ત્યારે પોતાના ગ્રાહકોને ઉમદા પસંદગી અને એ પણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ બનાવવામાં મોરબીનું વિઆન્સ ગ્રુપ સદા અગ્રેસર રહ્યું છે અને એટલા માટે જ એલજી વિઆન્સ કોર્પોરેશ શનાળા રોડ અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ રવાપર રોડ દ્વારા મોરબીના ગ્રાહકો માટે ૧૦ ઓક્ટોબર એટલે કે નવરાત્રિથી શરૂ કરી ૭ નવેમ્બર દિવાળી પર્વ સુધી લાં……બો સમય ચાલનાર મેગા શોપિંગ ફેસ્ટિવલ લાવ્યું છે.

મેગા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સમાં LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, હોમથીયેટર, એરકન્ડિશનર, માઇક્રોવેવ ઓવન સહિતની વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની વિશાળ અને અત્યાધુનિક શ્રેણી ગ્રાહકો માટે લાવી છે.

નવલા નોરતાના પ્રારંભે ૧૦ ઓક્ટોબરથી શરૂ થતાં આ શોપિંગ ફેસ્ટિવલમાં મોરબીના માનવંતા ગ્રાહકો માટે ૧૦ હજાર સુધીના ગિફ્ટ વાઉચર, અધધધ કહી શકાય તેવું ૩૫% ડિસ્કાઉન્ટ, ૧૨% સુધી કેશ બેક, ફ્રી ગિફ્ટ અને એટીએમ તથા ક્રેડિટ કાર્ડ ધારકો માટે તુરંત ફાયનાન્સ સાથે ઘણું બધું ઉપલબ્ધ છે.

મજાની વાતતો એ છે કે વિઆન્સ ગ્રુપ મોરબીના બન્ને શોરૂમ માટે મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત જ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર લાવ્યા છે, સુપરહિટ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ફેઈમ વિકિડો વિઆન્સ ઇલેક્ટ્રિનિકસ અને વિઆન્સ કોર્પોરેશનની એડવર્ટાઇઝ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી માનવંતા ગ્રાહકો સુધી પહોંચવા પ્રયાસ કરશે.

વિઆન્સ કોર્પોરેશન અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રાહકોને એલજીના ઉત્તમ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની સાથે – સાથે સેમસંગ, પાનાસોનિક, સિમેન્સ, બોસ, મિત્સુબીસી, ગોદરેજ,ઓજનરલ અને ડાઈકીનના ઉપકરણો પણ ઉબલબ્ધ છે…તો રાહ કોની જુઓ છો… આવો અને મજા માણો શોપિંગ ફેસ્ટિવલની અને સાથે લઈ જાઓ ગિફ્ટનો ખજાનો.