હળવદના મિયાણી ગામે સીઝ કરાયેલી રેતીની હરરાજી : ખાણખનીજ વિભાગને 35 લાખની આવક

- text


ખાણ ખનીજ અધિકારી યુ.કે. સિંઘ, મામલતદાર, પોલીસ અને ગ્રામ પંચાયતની હાજરીમાં ૪ર,૩૦૪ ટન સીઝ કરાયેલી રેતીની હરરાજી

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે ૪ર,૩૦૪ ટન સીઝ કરાયેલી રેતીની ખાણ ખનીજ અને હળવદ મામલતદારની હાજરીમાં જાહેર હરરાજી કરાઈ હતી. જયારે હરરાજી કરાયેલ રેતીથી સરકાર તિજારીને ૩પ લાખની આવક થવનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.
હળવદ પંથકમાં બ્રાહ્મણી નદીના પટમાંથી રેત માફિયાઓ દ્વારા બેફામ રીતે રેતી ચોરી કરાઈ રહી હતી. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેત માફિયાઓ પર આકરી કાર્યવાહી હાથ ધરાતા રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે જ પંથકમાં મહદઅંશે રેતી ચોરી પર લગામ લાગી છે. જયારે બીજી તરફ રેત માફિયાઓ દ્વારા બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી કરી સરકારી જગ્યાઓ પર રેતીના ઢગલા ખડકી દીધા હોય જેને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.
ગઈકાલે ગેરકાયદેસર ખડકાયેલા રેતીના ૧૬ જેટલા ઢગલાઓની કુલ ૪ર,૩૦૪ ટન રેતીની જાહેર હરરાજી જિલ્લા ખાણ ખનીજ અધિકારી યુ.કે. સિંઘ, હળવદ મામલતદાર વી.એ. સોલંકી, ટીકર બીટ જમાદાર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓની હાજરીમાં મિયાણી ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી. જે પ્રતિ એક ટનના ૬પ રૂપિયામાં ખરીદારોએ રેતી ખરીદી હતી. જયારે રેતીની જાહેર હરરાજીથી સરકારી તિજારીને રૂ.૩પ લાખની વધુની આવક થવનો અંદાજ સત્તાધીશોએ વ્યક્ત કર્યો હતો.

- text

- text