મોરબી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં કલામંદિરનો દબદબો

હવે વિજેતા વિદ્યાર્થીઓ પ્રદેશકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસિસના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. હવે આ વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનીધિત્વ કરશે.

વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે બે દિવસ પૂર્વે ગુજરાત સરકારના રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃહિ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા કક્ષાના યુવા ઉત્સવ અને બાલ પ્રતિભાશોધનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષામાં નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં લોક સંગીતમાં મોરબી રવાપર રોડ પર દેવેનભાઈ વ્યાસ સંચાલિત ક્લામંદિર સંગીત કલાસીસના વિધાર્થીઓ પ્રથમ નંબર પર આવ્યા છે જેમાં બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોકગીત ખુલ્લા વિભાગમાં સોનગ્રા અભી શૈલેષભાઇ ,લોક વાદ્ય “અ” વિભાગમાં પ્રથમ નમ્બર પર પનારા વ્રજ જીતેન્દ્રભાઈ અને “બ” વિભાગમાં પ્રથમ નંબર પર વાછાણી જેનીલ સંજયભાઈ આવ્યા હતા.

જયારે યુવા ઉત્સવમાં ભજન ખુલ્લા વિભાગમાં પ્રથમ નંબર પર ધનજા મંથન ભરતભાઈ,લોકગીત ખુલ્લા વિભાગમાં પ્રથમ કરોતર દેવશી સિંધાભાઇ,અને હળવા કંઠય સંગીત “અ” માં પ્રથમ નંબર પાર વ્યાસ પૂજા રસિકભાઇએ સ્થાન મેળવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓના કલાના કરતબો જોઈ હાજર સૌ લોકો ચોકી ઉઠ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.