મોરબીની રવાપર ચોકડીથી લીલપર ચોકડી સુધીના દબાણ હટાવાયા

કેનાલ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા હોર્ડિંગ બોર્ડ સહિતના દબાણો હટ્યા

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ચોકડીથી લઈ લીલાપર રોડ ચોકડી સુધીના દબાણો હટાવવા આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકા દ્વારા આજે સીટી-એ ડિવિઝન પોલીસને સાથે રાખી આજે રવાપર રોડ ચોકડીથી લઈ લીલાપર રોડ ચોકડી સુધીના દબાણો હટાવવા આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તાની બન્ને સાઈડમાં ગેરકાયદે ખડકાયેલા હોર્ડિંગ્સ બોર્ડ,રેંકડી,કેબિનોનાં દબાણ હટાવવામાં આવ્યા હતા.