અંતે મોરબીના ઉદ્યોગપતિ સાથે ૧૨.૫૦ લાખની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઇ

- text


બી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.ટી.એક્ટ સહિતની કલમો મુજબ ગુંન્હો દાખલ

મોરબી : મોરબીના ઉદ્યોગપતિના નામે ડુપ્લીકેટ સીમકાર્ડ મેળવી નવતર પ્રકારે આચરવામાં આવેલી રૂપિયા ૧૨.૫૦ લાખની છેતરપિંડી મામલે અંતે મોરબી સીટી બી – ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં નવતર છેતરપિંડીનો ભોગ બનેલા ચુનીલાલ ધનજીભાઇ બોપલીયા, ઉવ ૪૩ ધંધો વેપાર, રહે.રવાપર રોડ નિલકંઠ વિધાલય સામે સહયોગ સો.સા શેરી નં ૧ હનુમાનજીના મંદિર સામે મુળ રહે ખીરસરા તા. માળીયા મીયાણા, જી. મોરબી વાળાએ કોઇ અજાણ્યો વ્યકિત વિરુદ્ધ બી – ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

આ મામલે બી – ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સે ચુનિભાઈનું કોમ્પ્યુટર કોઇ પણ રીતે હેક કરી ફરી નુ ખોટુ નામ ધારણ કરી ફરીયાદીના મોબાઇલ નંબર ૯૮૨૫૦૨૭૮૫૬ નુ બોગસ સીમ કાર્ડ મેળવી તેમજ ફરીયાદીનુ નેપચ્યુન ટ્રેડસ નામની કંપનીના બેન્ક એકાઉંન્ટ નંબર ૬૫૦૦૦૫૯૩૭૭૮૧ જે સી.સી.એકાઉન્ટ હોય તેમાથી રુપીયા ૬.૦૦.૦૦૦/- એસ.કે.એન્ટર પ્રાઇઝ કલકતા એસ.બી.આઇ બેન્ક ખાતા નંબર ૩૭૩૯૩૧૧૬૨૯૭ મા ટ્રાન્સફર કરી તેમજ રૂપીયા ૬૫૦.૦૦૦/- અનકાનશા નામની વ્યકિતના કેનરા બેન્ક કલકતાના બેન્ક ખાતા નંબર ૨૯૩૯૧૦૧૦૦૫૬૯૪ મા ટ્રાન્સફર કરે કુલ રૂપીયા ૧૨.૫૦.૦૦૦/- ઓનલાઇન ટ્રાન્જકશન કરી બોગસ સીમ કાર્ડ મેળવી ગુનો કર્યા મામલે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text