જિલ્લા પંચાયતના ૧૬ સભ્યો સામેના પક્ષાંતરધારા કેસની ૧૭મીએ સુનવણી

- text


સભ્યોને ગેરલાયક ઠેરવવા કે નહીં તે અંગે સુનવણીમાં નિર્ણય લેવાશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ૧૬ સભ્યો સામેના પક્ષાંતરધારા કેસની સુનવણી આગામી તા. ૧૭ના રોજ યોજાશે. આ સુનવણીમાં સભ્યોને પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવવા કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરી દ્વારા આગામી તા. ૧૭ના રોજ મોરબી જિલ્લા પંચાયતના ૧૬ સભ્યોના પક્ષાંતરધારા કેસની સુનવણી હાથ ધરવામાં આવનાર છે. આ સુમવણીમાં સભ્યોને પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવવા કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

- text

ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરી દ્વારા નિર્મળાબેન મઠીયા, અમુભાઇ હૂંબલ, શારદાબેન માલકીયા, મનીષાબેન સરાવડીયા, પ્રભુભાઈ વીંઝવાડિયા, હીનાબેન ચાડમિયા, સોનલબેન જાકાસણીયા, જમનાબેન મેઘાણી, કિશોરભાઈ ચીખલીયા, મહેશકુમાર રાજકોટિયા, હરદેવસિંહ જાડેજા, કુલસુમ બાદી, ગીતાબેન દુબરીયા, ધર્મેન્દ્રકુમાર પટેલ, ગુલામ અમી પરાસર અને પિંકુબેનચૌહાણને નોટિસ આપીને તા.૧૭એ સુનવણીમાં હજાર રહેવાનું જણાવાયુ છે.

- text