તમારા કારણે 12.50 લાખ ગયા : વોડાફોનને રજુઆત કરતા મોરબીના ઉદ્યોગપતિ

મોરબી : મોરબીની સીરામીક પેઢી સાથે રૂપિયા સાડા બાર લાખની છેતરપિંડી મામલે આજે ભોગ બનનાર પેઢીના સંચાલક દ્વારા મોરબી વોડાફોન કંપનીની મુખ્ય ઓફિસ ખાતે લેખિત રજુઆત કરી તમારા કારણે જ અમારે નુકશાન સહન કરવું પડ્યું હોય નાણાં પરત આપવો કહી લેખિત રજુઆત કરવામાં આવતા વોડાફોનના સત્તાવાળાઓ મૂંઝવણમાં મુકાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની નેપ્ચ્યુન ટ્રેડર્સ નામની પેઢીના મોબાઇલ તથા – ઇમેલ હેક કરી અને તા. ૭/૧૦/૨૦૧૮ ના રોજ ઇન્ડસઇન્ડ બેંકમા પેઢીના ખાતામાંથી રૂ. ૧૨,૫૦,૦૦૦ ઉપાડી લઈ હેકરે છેતરપિંડી આચરતા આજે કંપનીના સંચાલક સી,ડી,પટેલે વોડાફોન કંપનીને લેખિત રજુઆત કરી નાણાં પરત અપાવવા જીદ પકડી હતી.
વધુમાં કંપની દ્વારા પોતાના કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને આમાંથી કોઈ સીમકાર્ડ લઈ ગયું છે કે કેમ તે બાબતે પણ ખુલાસો માંગ્યો હતો અને કંપની કઈ  જગ્યાએ થી નવું કાર્ડ આપ્યું તે અંગે જવાબ માંગતા વોડાફોનના અધિકારીઓ કોઈ જવાબ આપી શક્ય ન હતા.