હળવદના ધારાસભ્ય સાબરીયાની કારને નડયો અકસ્માત

- text


એસ.ટી. અને ઈનોવા કાર વચ્ચે સર્જાયો અકસ્માત : ધારાસભ્યને આબાદ બચાવ

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને આજરોજ પાંચ વાગ્યાની આસપાસ હળવદ શહેરના સરા ચોકડી પાસે એસ.ટી. અને ધારાસભ્યની ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જાકે આ બનાવમાં ધારાસભ્ય સહિત કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા આજરોજ સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોના પ્રશ્ને રજુઆત માટે ગયા હોઈ ત્યારે ત્યાંથી પરત ફરતા હળવદના સરા ચોકડી પાસે ધારાસભ્યની ઈનોવા કારને એસ.ટી. ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જાકે આ બનાવમાં કાર ચાલક અને ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાનો કુદરતી બચાવ થયો છે. આ બનાવના પગલે મોટી સંખ્યામાં આજુબાજના લોકો દોડી આવ્યા હતા. જયારે બીજી તરફ ધારાસભ્યની ઈનોવા કારને અકસ્માત નડયો હોવાના સમાચાર સોશિયલ મિડિયામાં વાયરલ થતા ધારાસભ્યની ખબર અંતર પુછવા ફોન રણકી ઉઠયા હતા.

- text

- text