મંગળવારે મોરબીમાં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપકને શ્રદ્ધાંજલિ અપાશે

મોરબી : બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાશીરામ સાહેબને શ્રદ્ધાંજલિ આપવા મોરબીમાં મંગળવારે વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં વિજયનગર બૌદ્ધ વિહાર ખાતે રાત્રે ૯ કલાકે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

બામસેફ, ડી એસ – ૪ તેમજ બહુજન સમાજ પાર્ટીનાં સંસ્થાપક બહુજન નાયક કાંશીરામ સાહેબનાં ૧૨ મા મહા પરીનિર્માણ, દિવસ નિમિત્તે ૯ ઓકટોબરનાં દિવસે રાત્રે ૯.૩૦ કલાકે બૌદ્ધ વિહાર વિજયનગર ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે,

જેથી સમસ્ત બહુજન સમાજનાં લોકોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે વધુ વિગતો માટે મોબાઇલ નંબર ૭૦૧૬૧ ૬૯૪૦૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.