મોરબી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં નવયુગનો દબદબો : ૨૦ છાત્રો રાજ્યકક્ષાએ જશે

યોગ સ્પર્ધામાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃટ પ્રદર્શન કરી સિદ્ધિ મેળવી

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં નવયુગ સંકુલનો દબદબો રહ્યો છે. રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે કુલ ૨૪ સ્પર્ધકોની પસંદગી થઈ છે. જેમાના ૨૦ સ્પર્ધકો નવયુગ સંકુલના છે.

ખેલ મહાકુંભની અનેક સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓનો શાનદાર દેખાવ રહેતા નવયુગ સંકુલ પર મેડલોની જાણે વર્ષા થઈ છે. યોગાસન સ્પર્ધામાં અન્ડર- ૧૪માં પ્રથમ ક્રમે ક્રીશ કામરીયા, અન્ડર -૧૭માં પ્રથમ નંબરે આદિત્ય શેરસિયા, દ્વિતીય નંબરે હિત અઘારા અને ઓપન એજમાં તરુણ પટેલે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

રિધમેક યોગા સ્પર્ધામાં અન્ડર -૧૪માં ભવ્ય ગોધરીયા ભવ્ય પ્રથમ, વ્રજ સુવારિયા તૃતીય અને દીપ દેલવાડોયા ચોથા ક્રમે તેમજ ઓપન એજમાં તરૂણ પટેલ પ્રથમ ક્રમે આવ્યા છે. ખેલમહાકુંભમાં મોરબી જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ ૨૪ સ્પર્ધકોની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ૨૦ સ્પર્ધકો નવયુગ સંકુલના છે. આ તમામ સ્પર્ધકોને પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છા પાઠવી છે.