મોરબીના રાજપર ગામે યોજાશે ૧૦મીએ વીર અભિમન્યુ યાને સપ્તકોઠાનું યુધ્ધ નાટક

રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન : નાટક સાથે માલી મતવાલી કોમિક પણ યોજાશે

મોરબી : મોરબીના રાજપર ગામે રાજપર ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧૦ ના રોજ વિર અભિમન્યુ યાને સપ્તકોઠાનું યુધ્ધ નાટક યોજાશે. આ સાથે માલી મતવાલી કોમિક પણ યોજાશે.

મોરબી તાલુકાના રાજપર ગામે રાજપર ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧૦ ને બુધવારે રાત્રે ૯ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિર અભિમન્યુ યાને સપ્તકોઠાનું યુધ્ધ ઐતિહાસિક નાટક તેમજ પેટ પકડીને હસાવતું માલી મતવાલી કોમિક યોજાશે. આ તકે બગથળાના નકલંકધામના દામજીભગત આશીર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.