પદયાત્રીઓની સેવા અર્થે ગયેલા મોરબીના યુવાનનું નખત્રાણાના ડેમમાં ડૂબી જવાથી મોત

- text


માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા ગયેલા સેવાભાવી સાથે બનેલી બીજી દુર્ઘટના

મોરબી : માતાના મઢના પદયાત્રીઓની સેવા માટે આવેલો મોરબીનો ૨૬ વર્ષિય યુવાન નખત્રાણાના મથલ ડેમમાં નહાવા ગયા બાદ અકસ્માતે ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાનને પાણીની બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

કાળઝાળ ગરમી વચ્ચે મોરબીનો નરેશ મોહનભાઈ દાયલોટ નામનો યુવાન મથલ ડેમમાં નહાવા પડ્યો હતો. દરમિયાન એકાએક તેનો પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેની પાસે રહેલાં અન્ય યુવકોએ બુમાબુમ કરતાં સ્થાનિકો દોડી આવ્યાં હતા. દોરડું નાખીને નરેશને પાણીમાંથી બહાર કઢાઈ તુરંત નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

- text

મૃતકને હોસ્પિટલે લઈ આવનારાં મનોજ લાખાભાઈ ભટ્ટી નામના યુવકે નખત્રાણા પોલીસને જણાવ્યું કે મૃતક તેની જ્ઞાતિનો હતો અને તે લોકો પદયાત્રીઓની સેવા માટે મોરબીથી આવ્યાં હતા. તાજેતરમાં ભચાઉના શિકરા નજીક ટેમ્પો પલટી જતાં મોરબીના આધેડ સેવાભાવીનું મોત નીપજ્યાં બાદ પદયાત્રીઓની સેવા અર્થે ગયેલા સેવાભાવીઓ સાથે બનેલી આ બીજી દુર્ઘટના સર્જાઈ છે.

- text