મોરબી : નાલંદા વિદ્યાલયમાં બિન પરંપરાગત ઉર્જા સપ્તાહની ઉજવણી

- text


વિદ્યાર્થીઓએ ઉર્જા બચાવવાના સંકલ્પ લીધા : સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : મોરબીના વીરપર ગામે આવેલ નાલંદા વિદ્યાલયમાં પીજીવીસીએલ દ્વારા બિન પરંપરાગત ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉર્જા બચાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

બિન પરંપરાગત ઉર્જા સપ્તાહની ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. બન્ને સ્પર્ધાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પીજીવીસીએલના ઈજનેર એસ.આર. રાંકજા અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ગામી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે ઈજનેર રાંકજાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પણ આપ્યું હતું.

- text