મોરબીના લીલાપર ગામે ૧૧મીએ સતી રાણકદેવી રા ખેંગાર નાટક યોજાશે

ગૌ સેવક બજરંગ યુવક મંડળનું આયોજન : કોમિક પણ રજૂ થશે

મોરબી : મોરબીના લીલાપર ગામે ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા આગામી ૧૧મીએ રાણકદેવી રા ખેંગાર નાટકની પ્રસ્તુતિ થશે. આ સાથે બાપ એક નંબરી બેટા દસ નંબરી કોમિક પણ યોજાશે.

મોરબી તાલુકાના લીલાપર ગામે ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા રામજી મંદિર ચોક ખાતે આગામી તા. ૧૧ને ગુરુવારના રોજ રાત્રે ૧૦ કલાકે સતી રાણકદેવી રા ખેંગાર નાટક યોજાનાર છે. આ સાથે પેટ પકડીને હસાવતા બાપ એક નંબરી બેટા દસ નંબરી કોમિક પણ યોજશે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.