મોરબીના નીચી માંડલ ગામે સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ યોજાયો

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સીઆરસી કક્ષાના કલામહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કલા મહોત્સવમાં ચિત્ર, વકૃત્વ, નિબંધ લેખન અને કાવ્ય લેખન સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને નીચી માંડલ સીઆરસી કો.ઓર્ડીનેટર શક્તિસિંહ જે. વિડજા દ્વારા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.