હળવદની પ્રાથમિક શાળા નં.૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


રાસ ગરબાનું પણ આયોજન, વિદ્યાર્થીઓ મન મુકીને ગરબે ઝુમ્યા

હળવદ : હળવદ શહેરના મોરબી દરવાજા પાસે આવેલ પે. સે. શાળા નં.૪ ખાતે આજરોજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી તહેવારને અનુલક્ષીને શાળામાં રાસ – ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકો વિવિધ ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા.

હળવદની પ્રાથમિક શાળા નં. ૪ ખાતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડ હળવદની કચેરી દ્વારા ઉર્જા બચાવો વિષય પર ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ નંબરે આવેલા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરાયા હતા. ઉપરાંત સી.આર.સી. કક્ષાની કલા મહોત્સવનું પણ આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી વિચાર આધારિત ચિત્ર સ્પર્ધા, નિંબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

સાથો સાથ શાળા ખાતે ખેલ મહાકુંભમાં મહિલા ટીમ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને રંગાડીયા વિનોદભાઈ તરફથી પ્રિતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે શાળા નં.૪ના શિક્ષક તેમજ આચાર્ય દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ આયોજન હાથ ધરાયું હતું.

- text