વાંકાનેરના તરકિયા ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : ચાર નાસી છૂટ્યા

- text


મોરબી : વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં એલસીબીએ ત્રણ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા તો ચાર આરોપી નાસી જતા પોલીસે વાહનો કબ્જે કરી ચારેયને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તરકિયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબીએ આરોપી વાલજી અરજણ કોળીની વાડીની બાજુમાં જુગારના અખાડા પર દરોડો પાડ્યો હતો જેમાં અશોક વિહાભાઈ રાઠોડ, રે. મેસરિયા, જેન્તીભાઈ ગાંડુભાઈ ભૂસડીયા, રે.મેસરિયા, દિનેશ ખીમજી ધોરીયાણી રે.લુણસર વાળા રૂ.૨૫૪૦૦ રોકડા, મોબાઈલ ફોન કિ.૧૫૦૦ સાથે ઝડપાઈ ગયા હતા,

- text

જ્યારે વાલજી અરજણ કોળી અમે અન્ય ત્રણ શખ્સો હોન્ડા મોટર સાયકલ મૂકી નાસી જતા પોલીસે કુલ મુદામાલ કિ.રૂ. ૧,૦૬,૯૦૦ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપી ગુન્હો દાખલ કરાવ્યો હતો.

 

- text