અપના હાથ જગ્ગનાથ, ટીકર રણમાં ફસાયેલા યાત્રિકોનું સફળ રેસ્ક્યુ

- text


ટીકર ગામના સરપંચ અને યુવાનોની ટીમની મહેનત રંગ લાવી

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક નાનારણ માં સવારથી ફસાયેલ કચ્છ વાગડના પદયાત્રિકોને સરપંચ અને તેમની યુવાન ટીમે તંત્રની મદદની રાહ જોયા વગર સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી ભોજન કરાવી આપના હાથ જગ્ગનાથનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું.

કચ્છના વાગડથી પગપાળા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જતા ૧૦ જેટલા પુરૂષ, મહિલા શ્રદ્ધાળુઓ કચ્છના નાના રણમાં પાણી ભરાઈ જવાથી કાદવમાં ખૂંપી જતા સવારથી ફસાયેલા આ પદયાત્રિકોને રેસ્ક્યુ કરવા માટે ટીકરના સરપંચ વિજયભાઈ પટેલ અને ગામના યુવાનો સહિતનો કાફલો નાના રણમાં દોડી ગયો હતો અને કોઠા સૂઝથી રણના કાદવ કિચડમાંથી સહી સલામત બચાવી લીધા હતા.

- text

ટીકરના સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે પદયાત્રિકોમાં ૮ પુરુષો અને ૨ મહિલાઓ હતા જેઓને ભૂલભૂલમણી જેવા વિકટ રણમાંથી બહાર કાઢ્યા હતા અને પદયાત્રિકો સવારથી ભૂખ્યા તરસ્યા હોવાથી તમામ માટે ભોજન તથા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

- text