મોરબી તળાવ કૌભાંડના બન્ને આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

- text


નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના બન્ને કૌભાંડિયાના કુટુંબીજનોના બેન્ક એકાઉન્ટ – લોકરની પણ તપાસ

મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવાના કામમાં કૌભાંડ આચરનાર નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિકના ૭ દિવસના પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ થતા કોર્ટે બન્ને આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને બન્ને આરોપીના કુટુંબીજનોના બેન્ક એકાઉન્ટ અને લોકરની પણ ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં રૂ. ૬૭ લાખથી પણ વધુ રકમનું કૌભાંડ આચરનાર મોરબી જીલ્લાના પૂર્વ કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી અને સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા બન્ને કૌભાંડી વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ અધિકારી આર.જે.ચૌધરીએ ઉમેર્યું હતું કે રિમાન્ડ દરમિયાન બન્ને આરોપીઓના કુટુંબીજનોના બેન્ક એકાઉન્ટ અને લોકર તપાસવામાં આવ્યા છે ઉપરાંત ૧૨ ગામોમાં દર્શાવવામાં આવેલ કામોની સ્થળ તપાસ કરવામાં આવતા વ્યાપક ગોલમાલ હોવાનું અને કામના નામે વેઠ ઉતારવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આમ, તળાવ કૌભાંડ મામલે ગાંધીનગર ટીમ દ્વારા તપાસમાં કૌભાંડની ચોકવનારી હકીકતો બહાર આવ્યા બાદ હવે પોલીસ તપાસમાં પણ કૌભાંડિયા બન્ને શખ્સોના કૌભાંડ છતાં થતા હવે સરકારી નાણાંની ઉચાપત કરવી બન્નેને ભારે પડી રહી છે.

- text