મોરબીની સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે : ભૂલકાઓ અને તેઓના દાદા-દાદીનું સ્નેહમિલન યોજાયું

- text


ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી નિમિતે દાદા- દાદીઓને બાળપણ યાદ આવી જાય તેવી સ્પર્ધાઓ પણ યોજાઈ

મોરબી : મોરબીની રાધેક્રિષ્ના વિદ્યાલય લિટલ ફ્લાવર્સ પ્રિ સ્કુલમા આજે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભૂલકાઓ સાથે તેઓના દાદા અને દાદીનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી નિમિતે દાદા- દાદીઓને બાળપણ યાદ આવી જાય તેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.

રાધેક્રિષ્ના વિદ્યાલય લિટલ ફ્લાવર્સ પ્રિસ્કૂલ વિભાગમાં આજે બાળકોની સાથે તેઓના દાદા- દાદીના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓના દાદા દાદીઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરી આપી હતી. આ તકે ભૂલકાઓની સાથે દાદા દાદીએ પણ વિવિધ રમતો તેમજ વન મિનિટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ઉપરાંત તેઓ ગરબે પણ ઝુમ્યા હતા.

- text

આ સ્નેહમિલનમાં ભૂલકાઓ તેમના દાદા દાદીને ફુગ્ગા ફોડવા, ફુગ્ગા ફુલાવવા અને ફૂટ બ્રિજ જેવી રમતો રમતા જોઈને આનંદિત થયા હતા. ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણીમાં શાળા દ્વારા આજના સમયના મુખ્ય પ્રશ્ન જનરેશન ગેપને ટાળવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી રવિન્દ્ર ભટ્ટ, પ્રિન્સિપાલ પિયુષ ચોટલિયા, આરતી રોહન તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

- text