મોરબી : નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં કૌશલ્ય દાખવશે

- text


જિલ્લા કક્ષાના ખેલમહાકુંભની હેન્ડબોલ સ્પર્ધામાં શાળાની ટીમોનું શાનદાર પ્રદર્શન

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુભની હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગ સંકુલના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી તેઓની રાજ્ય કક્ષાએ પસંદગી થતા હવે આ ખેલાડીઓ રાજયકક્ષાના ખેલમહાકુંભમાં પોતાનું કૌશલ્ય દાખવશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત-ગમત કચેરી- મોરબી દ્વારા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૪૫થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નવયુગ સંકુલની અન્ડર ૧૭ ગર્લ્સ ટીમ જિલ્લામાં પ્રથમ સ્થાને વિજેતા બની હતી. સાથે અન્ડર ૧૪ ગર્લ્સ ટીમ જિલ્લામાં તૃતીય ક્રમે તેમજ અન્ડર ૧૪ બોયઝ ટીમ જિલ્લામાં બીજા ક્રમે અને ઓપન એજ ગ્રુપમાં પણ મોરબી જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે નવયુગ સંકુલ-વિરપરની ટીમો રહી હતી.

- text

હવે આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લઈ મોરબી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ ગૌરવવંતી સિદ્ધિ નવયુગ સંકુલ -વિરપર ના સ્પોર્ટ્સ ટીચર શૈલેષભાઇ પરમાર ની અથાગ મહેનતથી મળી છે તે બદલ પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા તેમજ ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ આપી છે.

- text