વાંકાનેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઝડપાયા

- text


સીટી પોલીસે રૂ. ૧૭,૨૦૦ની રોકડ જપ્ત કરી

વાંકાનેર : વાંકાનેરમાં મચ્છુ નદિના પટમાં ચાલતા ઘોડી પાસાના જુગાર પર સીટી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૧૭,૨૦૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસે ભાટિયા સોસાયટી પાછળ મચ્છુ નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા રાઘવ ભરત મકવાણા , હેમત ગુણવંત ભાયાણી, યુનુસ શરીફ કેયડા અને અકિલબાબાને સીટી પોલીસે રૂ. ૧૭,૨૦૦ની રોકડ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text