લાયન્સ કલબ વાંકાનેર દ્વારા વિનયગઢ ગામે મેડિકલ કેમ્પ યોજાયો

વાંકાનેર : વાંકાનેર લાયન્સ કલબ દ્વારા વિનયગઢ ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

લાયન્સ કલબ વાંકાનેર (દેવ દયા) અને લિઓ કલબ વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે અતિ પછાત વિસ્તાર છે, ત્યા લાયન્સ કલબના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ તથા ટ્રેજરર જગદિશભાઇ પ્રજાપતિના દાદાજી સ્વ. તળશીભાઈ જીવાભાઈ તથા પિતાજી સ્વ. દેવકરણભાઈ તળશીભાઈના સ્મણાર્થે એક મેડિકલ કેમ્પ નું આયોજન કરેલું હતું ,જે અન્વયે વીનયગઢ અને આજુબાજુ ના મેસરીયા મહાલ ના ગામો જેવા કે સતાપર, તરકિયા, ગુંદાખડા, અદેપર, રાતડીયા મેસરીયા, લાખાપર, આણંદપર સહિતના ગામના દર્દીઓ એ કેમ્પનો લાભ લીધો હતો.

મેડિકલ કેમ્પમાં સેવા માટે વાંકાનેર તથા થાનગઢ તાલુકાના ખ્યાતનામ ડોક્ટરો ડો.અશ્વિનભાઈ ધરોડિયા, ડો.પ્રકાશભાઈ ધરોડિયા, ડો.દેલવાડીયા, ડો.મિતુલ પટેલ, ડો.દક્ષાબેન ધરોડિયા ડો.સોની, ડો.મેહતા, ડો.નીતિનભાઈ લખતરિયા, ડો.અશોકભાઈ લખતરિયા, ડો.ધર્મિષ્ઠાબેન ધરોડિયા વગેરે એ સેવા આપી હતી કૅમ્પમાં ૪૫૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો અને માર્ગદર્શન તથા મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું .

કેમ્પને સફળ બનાવવા માટે વાંકાનેર લાયન્સ ક્લબના સભ્યો લા.દિનેશભાઇ પ્રજાપતિ,લા.જગદીશભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ ધરોડિયા,લા.ભરતભાઈ પટેલ ,લા.રાકેશભાઈ બદ્રકિયા, લા.વિરાજ મેહતા, પ્રકાશ પટેલ વગેરે એ તથા લિઓ ક્લબ માંથી ધવલભાઈ પ્રજાપતિ (લિઓ પ્રમુખ),બલરાજ, રોહન ધરોડીયા, મોહિત પટેલ મિલન વગેરે એ સેવા આપી હતી થાનગઢ લાયન્સ ક્લબ તરફ થી મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા અન્ય લાયન્સ મેમ્બેરોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.