ટંકારાના અજયે ભારે કરી : મમ્મીએ ઠપકો આપતા ઘર છોડ્યું : પતો આપવા અપીલ

- text


ટંકારા : આજકાલના બાળકો માતાનો મીઠા ઠપકો પણ સહન કરી શકતા નથી આવા જ એક કિસ્સો ટંકારા ગામે બન્યો છે અને ૧૫ વર્ષનો બાળક ઘર છોડી જતો રહેતા માતા – પિતા સગા, સ્નેહીઓ અને પોલીસ લાપતા બાળકને શોધવા ધંધે લાગી છે.

ટંકારામાં ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નાથાભાઈ મિસ્ત્રીના ૧૫ વર્ષના પુત્ર અજયને તેના મમ્મીએ ઠપકો આપતા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે ઘરેથી ચાલ્યો ગયો છે.

લાપતા થયેલો અજય મજબૂત બાંધાનો છે, મોઢું લંબગોળ છે અને શરીરે ઘઉં વર્ણો છે,ઉંચાઈ પોણા પાંચ ફૂટ છે તથા ભૂખરા રંગનો શર્ટ અને જીન્સ પહેર્યા છે.

- text

જેથી ઉપરોક્ત વર્ણન અને ફોટાવાળો અજય ક્યાંય જોવા મળે તો ટંકારા પીએસઆઇ મો. ૯૯૦૯૯૫૭૪૦૩ અથવા ફોન નંબર – ૦૨૨૨૮૨૮૭૭૩૩ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text