મોટીબરાર પ્રા. શાળાની કૃતિ રાજયકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામી

- text


જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં શાળાની બે વિદ્યાર્થીનીઓએ બનાવેલી સફાઈના સાધનો નામની કૃતિ પ્રથમ ક્રમે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પ્રર્યવારણ પ્રદર્શન તાજેતરમાં જ યોજાયું હતું. તે પ્રદર્શનના વિવિધ પાંચ વિભાગમાં મોરબી જિલ્લાની કુલ ૨૫ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાએ વિભાગ ૪ (કચરાનું વ્યવસ્થાપન) માં રજૂ કરેલ કૃતિ “સફાઈના સાધનો” એ પ્રથમ ક્રમાંક મેળવતા તેની રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી થઈ છે.

- text

આ કૃતિ રત્નમણિ શાળાના ધોરણ ૮ ની બે વિદ્યાર્થીનીઓ ડાંગર અવની અજયભાઈ અને ડાંગર નિલમ જેઠાભાઈ એ રજૂ કરી હતી. તેમજ તેમને શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદગી થવા બદલ, માળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, બી.આર.સી. અશોકભાઈ અવાડીયા, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ હૂંબલ, તાલુકા સંઘ મહામંત્રી હસુભાઈ વરસડા, સી.આર.સી. દિનેશભાઈ કાનગડ, નાનીબરાર ગ્રુપ શાળાના આચાર્ય વિરલબેન પરમાર એ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી છે.

- text