મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક ટ્રક હડફેટે એક ગાયનું મોત, છની હાલત ગંભીર

- text


ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગાયોને તાત્કાલિક યંદુનંદન ગૌ શાળા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટ્રકે ૭ ગાયોને હડફેટે લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક ગાયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૬ ગાયને ગંભીર ઈજાઓ થવા પામી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ૮ એ નેશનલ હાઇવે પર એક ટ્રકે ૭ ગાયોને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ૬ ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા યદુનંદન ગૌ શાળાના ગૌ સેવકોએ તાકીદે ઘટના સ્થળે પહોંચીને ગંભીર રીતે ઘવાયેલી ગાયોને લઈ જઈને તેની સારવાર કરી હતી.

- text

બનાવ અંગે યદુનંદન ગૌ શાળાના ગૌ સેવકોએ જણાવ્યું હતું કે ઘાયલ થયેલી મોટાભાગની ગાયોને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ ઇજા ગ્રસ્ત ૬ ગાયના ઑપરેશનની કામગીરી ચાલી રહી છે.

- text